BOB LBO Recruitment 2025 | બેંક ઓફ બરોડા સ્થાનિક બેંકિંગ ઓફિસર ભરતી 2025

બેંક ક્ષેત્રમાં સારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે બેંક ઓફ બરોડા દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી જાહેર કરવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાં આવેલ શાખાઓમાં નવી જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં અનુકૂળ પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અન્ય શરતો પણ જાહેર કરવામાં આવી છે. આ ભરતી કયા પદ માટે છે, કેટલી જગ્યાઓ છે, શું લાયકાત જોઈએ, તમામ માહિતી આજે આપણે આ લેખમાં સરળ અને સામાન્ય ભાષામાં વિગતવાર જાણીશું.

મહત્વની તારીખ

બેંક ઓફ બરોડા LBO ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 4 જુલાઈ 2025થી થઈ ગઈ છે. છેલ્લી તારીખ 24 જુલાઈ 2025 છે. અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 21 જુલાઈ 2025 છે. ઈચ્છુક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી દે.

પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા

આ ભરતી અંતર્ગત “સ્થાનિક બેંકિંગ અધિકારી” એટલે કે Local Banking Officer તરીકે ભરતી કરવામાં આવશે. કુલ 2500 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. આ પોસ્ટ માટે ઉમેદવારની નિમણૂક JMG/SI પે સ્કેલમાં થશે. દેશના વિવિધ રાજ્યો માટે અલગ-અલગ ખાલી જગ્યાઓ ફાળવવામાં આવી છે, જેમાં સૌથી વધુ જગ્યા ગુજરાત માટે કુલ 1160 જગ્યાઓ ફાળવવામાં આવી છે.

See also  અમદાવાદ મહાનગરપાલિકા બગીચા વિભાગ ભરતી । Ahmedabad Municipal Corporation Garden Department Recruitment

નોકરીનું સ્થળ

આ ભરતી અંતર્ગત પસંદ થયેલા ઉમેદવારોની નિમણૂક સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોની શાખાઓમાં કરવામાં આવશે. એટલે કે જો તમે ગુજરાત માટે અરજી કરો છો, તો તમારૂ નોકરીનું સ્થળ ગુજરાત રહેશે. દરેક રાજ્ય માટે સ્થાનિક ભાષાનું જ્ઞાન આવશ્યક છે.

આ પણ વાંચો – સ્ટાફ સિલેક્શન કમિશન સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક સ્તર ભરતી 2025

પગાર ધોરણ

સ્થાનિક બેંકિંગ અધિકારી પદ માટે પગાર ધોરણ JMG/SI હેઠળ રહેશે, જેમાં શરૂઆતનો પગાર રૂ. 48,480 રહેશે. ઉપરાંત નિયમિત ઇન્ક્રીમેન્ટના આધારે પગારમાં વધારો પણ થશે. ઉમેદવારોને બીજા વર્ષથી વધુનો અનુભવ હોય તો તેમને એડવાન્સ ઇન્ક્રીમેન્ટ પણ આપવામાં આવે છે. તેમજ અન્ય સરકારી ભથ્થાં પણ મળવા પાત્ર હોય છે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે વિવિધ ચરણોમાં પસંદગી પ્રક્રિયા થાય છે. સૌથી પહેલા, અરજદારને ઓનલાઈન ટેસ્ટ આપવો પડશે, જેમાં વિષય મુજબ પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ ભાષા માટે LPT (Language Proficiency Test) લેવાશે. ઉમેદવારના વ્યક્તિત્વ અને સંગઠન અનુરૂપતા ચકાસવા માટે સાયકોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવશે. ત્યારબાદ ઈન્ટરવ્યૂ તથા દસ્તાવેજ ચકાસણી બાદ અંતિમ પસંદગી કરવામાં આવશે. દરેક ચરણમાં ઉમેદવારને યોગ્ય રીતે તૈયારી સાથે ભાગ લેવો જરૂરી છે.

See also  રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2025 । Rajkot Nagarik Sahakari Bank Recruitment 2025

આ પણ વાંચો – મોડાસા નગરપાલિકા ભરતી 2025

જરૂરી દસ્તાવેજો

ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ નીચેના દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા જરૂરી છે જેમાં ફોટોગ્રાફ, સહી, જન્મ તારીખનો પુરાવો, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, કામના અનુભવનું પ્રમાણપત્ર અને કેટેગરી (જાતિ) પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. આ તમામ દસ્તાવેજો સ્પષ્ટ હોવા જોઈએ અને માન્ય ફોર્મેટમાં હોવા જોઈએ.

વય મર્યાદા

ઉમેદવારની વય મર્યાદા 1 જુલાઈ 2025ના રોજ વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. આરક્ષિત વર્ગના ઉમેદવારો માટે સરકારના નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. જેમ કે SC/ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ, અને વિકલાંગ ઉમેદવારો માટે 10 વર્ષ સુધીની છૂટછાટ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો – અમદાવાદ મહાનગરપાલિકા બગીચા વિભાગ ભરતી

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

આ પદ માટે અરજદાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં ઓછામાં ઓછા 60% ગુણ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ભાષા માટે, ઉમેદવારને જે રાજ્ય માટે અરજી કરે છે, તેની સ્થાનિક ભાષામાં વાંચન, લેખન અને બોલતા આવડતું હોવું જોઈએ. આ ભાષા કુશળતાની ચકાસણી માટે ભાષા પ્રાવીણ્ય કસોટી (LPT) લેવામાં આવશે. લાયકાત અંગે વધુ માહિતી તમે જાહેરાતમાંથી મેળવી શકો છો.

See also  BSNL Apprentice Recruitment Gujarat | બીએસએનએલ એપ્રેન્ટિસ ભરતી ગુજરાત

અરજી ફી

જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂ. 650 રાખવામાં આવી છે. જ્યારે SC, ST, દિવ્યાંગ અને મહિલાઓ માટે રૂ. 175 ફી લેવામાં આવશે. ફી ભરવાની પદ્ધતિ ઓનલાઈન છે – ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ અથવા UPI જેવા વિકલ્પ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો – પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2025

અરજી પ્રક્રિયા

બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઈટ અથવા IBPS પોર્ટલ પરથી ઉમેદવારોએ અરજી કરવાની રહેશે. ઓનલાઇન ફોર્મ ભરીને જરૂરી માહિતી દાખલ કર્યા બાદ, જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા અને ફી ચૂકવવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. ફોર્મ સબમિટ કર્યા પછી તમારું રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ સુરક્ષિત રાખવું જરૂરી છે, જે ભવિષ્યમાં કામ લાગશે. કોઈપણ ભૂલથી બચવા માટે ફોર્મ સબમિટ કરતા પહેલા તમામ માહિતીની ફરીથી કરવી જરૂરી છે.

અરજી કરવા માટેની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી બેંક ઓફ બરોડાની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.

Leave a Comment