માતા-પિતાને દીકરી થાય ત્યારે તેમને સૌથી વધુ એ જ ચિંતા થતી હોય છે કે આગળ જઈને એનું ભણતર કે લગ્ન કઈ રીતે સંભાળવા? ખાસ કરીને એવા માતા-પિતા જે પોતે મહેનતનું કામ કરે છે. તેમના માટે ઘર ચલાવવું પણ મુશ્કેલ હોય છે, તો દીકરીના ભવિષ્ય માટે બચત કરવી એ તો બહુ મોટી વાત છે. એવા પરિવારો માટે ગુજરાત સરકારએ મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના શરુ કરી છે, જેનાથી દીકરી માટે સરકાર જ પૈસા બચાવે છે. આ યોજના શું છે અને કઈ રીતે લાભ લઇ શકાય છે તેની સંપૂર્ણ માહિતી આજના આ લેખમાં જાણીશું.
યોજનાનો ઉદ્દેશ શુ છે?
આ યોજના એ માટે છે કે જ્યાં કામદારોને દીકરી થાય ત્યારે સરકાર તેના ભવિષ્ય માટે ₹25,000 નો બોન્ડ આપે છે. આ બોન્ડ એવો છે કે જે દીકરી 18 વર્ષની થાય ત્યારબાદ જ તે નાણાં ઉપાડી શકાય છે. એની પાછળનો મુખ્ય હેતુ એ છે કે લોકો દીકરીને ભાર નહીં માને, ભણાવવામાં પણ આગળ લાવે અને છોકરીના જન્મને ખુશીથી સ્વીકારે.
કોને આ યોજનાનો ફાયદો મળે?
આ યોજના શ્રમિક કામ કરતા એવા પિતા કે માતા માટે છે, જેમનું નામ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ કામદારોના બોર્ડ (GBOCWWB) માં નોંધાયેલું હોય. આ બોર્ડમાં જે કામદારો રજીસ્ટર છે અને જેમને દીકરી થાય છે, તો તેમને આ યોજનાનો લાભ મળે છે. પણ એક વાત ખાસ છે – ફાયદો ફક્ત પ્રથમ દીકરી માટે જ મળે છે. અને દીકરીના જન્મ પછી ૧ વર્ષની અંદર અરજી કરવી જરૂરી છે.
આ પણ વાંચો – ભોજન બિલ સહાય યોજના 2025
બોન્ડ શું છે અને ક્યારે મળશે?
આ યોજના હેઠળ દીકરીના નામે ₹25,000 નો બોન્ડ આપવામાં આવે છે. આ બોન્ડ એવા નાણાં છે જે એકદમ સુરક્ષિત હોય છે અને એને 18 વર્ષની ઉંમરે જ ઉપાડી શકાય છે. એટલે કે દીકરી 18 વર્ષની થાય પછી તેના વાલી કે દીકરી પોતે એ રકમ ઉપાડી શકે છે. આ રકમ ભણતર માટે કે લગ્ન માટે ઉપયોગ કરી શકાય છે.
અરજી કેવી રીતે કરવી?
આ યોજના માટે અરજી કરવી બહુ સરળ છે. સરકારી પોર્ટલ પર જઈને અરજદાર પોતે ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. તેના માટે બે મુખ્ય પોર્ટલ છે –
(1) ઈ-નિર્માણ પોર્ટલ: https://enirmanbocw.gujarat.gov.in
(2) સન્માન પોર્ટલ: https://sanman.gujarat.gov.in
ઓનલાઈન અરજી માટે પ્રથમ તમારું ઈ-નિર્માણ કાર્ડ હોવું જરૂરી છે. પછી તમે તમારી ડિટેલ્સ ભરીને તમારું યુઝર આઈડી બનાવો અને ફોર્મ સબમિટ કરો. ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો પણ અપલોડ કરવા પડે છે.
આ પણ વાંચો – બિયારણ સહાય યોજના 2025
કયા દસ્તાવેજો જરૂરી પડે?
અરજી વખતે નીચેના દસ્તાવેજો જરૂરી હોય છે –
- દીકરીનું જન્મ પ્રમાણપત્ર
- પિતા કે માતાનું આધાર કાર્ડ
- ઈ-નિર્માણ કાર્ડ
- બેંક પાસબુક (જેથી પૈસા જમા થાય)
- નોકરીદાતા પાસેથી પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે)
- દીકરીનું આધાર કાર્ડ અને ફોટો
- રેશન કાર્ડ, પાન કાર્ડ કે મતદાર કાર્ડ
રકમ કઈ રીતે મળશે?
આયોજનામાં બોન્ડ રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે. પણ એ 18 વર્ષના થઈ ગયા પછી જ મળે છે. એ પહેલા એ પૈસા ઉપાડી શકાતા નથી. એટલે સરકાર નક્કી કરે છે કે આ રકમ દીકરીના ભવિષ્ય માટે સાચી રીતે ઉપયોગ થાય. આ વાત ખાસ મહત્વની છે કારણ કે અનેક વખત કોઈ રકમ વહેલી ઉંમરે કાઢવામાં આવે તો તે ભવિષ્ય માટે બચી રહેતી નથી.
આ પણ વાંચો – નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ભરતી 2025
કેમ ખાસ છે આ યોજના?
ઘણા લોકો માટે દીકરીનો જન્મ ‘ખર્ચ’ સમાન લાગતો હોય છે. ખાસ કરીને ગરીબ અને શ્રમજીવી પરિવારમાં. પણ આ યોજના એ દ્રષ્ટિકોણ બદલે છે. હવે માતા-પિતાને લાગે છે કે સરકાર છે, ભવિષ્ય માટે સહારો આપે છે, તો ચાલો દીકરીને સારી રીતે ભણાવીએ. દીકરીને પણ લાગે છે કે હું કોઈનાથી ઓછી નથી. આથી જ મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના એ એક સકારાત્મક પરિવર્તન લાવે છે.
નિષ્કર્ષ
“મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના” એ ગુજરાત સરકારની એવી યોજના છે, જેનાથી શ્રમજીવી પરિવારમાં જન્મેલી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત બને છે. આજના સમયમાં જ્યારે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે, ત્યારે આવા સહારાથી તેઓ વધુ આત્મવિશ્વાસથી આગળ વધી શકે છે. સરકારનો આ પ્રયાસ વખાણવા લાયક છે અને દરેક પાત્ર પરિવારે આનો લાભ અવશ્ય લેવો જોઈએ.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી વિવિધ સ્ત્રોતના આધારે આપવામાં આવી છે. પરંતુ સમય સાથે યોજનામાં ફેરફાર હોઈ શકે છે અથવા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં બંધ પણ હોઈ શકે છે. તેથી અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ નવીનતમ માહિતી તપાસી લેવા વિનંતી.